ઝારખંડથી ટ્રેનમાં આવેલ મૂકબધિર યુવતીનુ વીડિયો કોલથી પરીવાર સાથે થયું મિલન
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ રેલવે સ્ટેશન પર એક વર્ષીય મૂકબધિર યુવતીને મદદની જરૂર પડતા સ્થાનિક પોલીસે તેને સખી વનસ્ટોપ સેન્ટરમાં મોકલી હતી. યુવતી ઝારખંડની રહેવાસી છે. સખી વનસ્ટોપ સેન્ટરના કાઉન્સેલરે યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સાઇન લેંગ્વેજ પણ સમજી શકતી ન હતી.
યુવતીના સામાનમાંથી એક ડાયરી મળી આવી હતી .જેમાંથી તેના પિતાનો મોબાઇલ નંબર મળ્યો. સેન્ટરના અધિકારીઓએ તરત જ તેના પિતાનો સંપર્ક કર્યો અને વિડિયો કોલ દ્વારા યુવતીએ પોતાના પિતાને ઓળખી બતાવ્યા. આ ભાવુક મિલન દરમિયાન પિતા પણ અશ્રુભીના બન્યા હતા.
રેલવે પોલીસ, સખી વનસ્ટોપ સેન્ટર અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત પ્રયાસોથી ગણતરીના દિવસોમાં યુવતીને તેના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી. સખી વનસ્ટોપ સેન્ટરે તમામ આવશ્યક દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી કર્યા બાદ જ યુવતીને તેના પરિવારને સોંપી હતી.

