હાવડા એક્સપ્રેસમાં કોચ એટેન્ડન્ટ પીધેલી હાલતમાં ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે મધરાતના સમયે નડિયાદ રેલવે નજીક પસાર થતી હતી ત્યારે  ટ્રેનમાં  એટેડન્ડ તરીકે ફરજ બજાવતો સુબીર પ્રદીપભાઈ બિશ્વાસ ગઈકાલે રાત્રીના સમયે ચાલુ ટ્રેનએ દારૂના નશામાં ચુર કોચમાં મુસાફરી કરતા મુસાફરો સાથે અસભ્ય વર્તન કરતો હતો. જેથી મુસાફરોએ દારૂના નશામાં ચુર એટેડન્ડને પકડી ટ્રેનમાં ફરજ બજાવતા ટિકીટચેકરને સોપ્યો હતો. નડિયાદ રેલવે ખાતે ચાલુ ટ્રેનએ મુસાફરો સાથે અસભ્ય વર્તન કરનાર એટેડન્ડ સુબીર બિશ્વાસને નડિયાદ રેલવે પોલીસના હવાલે કર્યો હતો. નડિયાદ રેલવે પોલીસે આ અંગે એટેડન્ડ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!