દાહોદ એલસીબી પોલીસે પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે આરોપીને ધકેલી દેવામાં આવ્યો
દાહોદ તા.૦૮
દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગરને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે આરોપીને ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા પ્રોહી બુટલેગરોને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગર સુરેશભાઈ નારસિંગભાઈ બારીયા (રહે. જંબુસર, વન ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી પોલીસે ઝડપી લાવી આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા ઉપરોક્ત આરોપીના પાસા વોરંટ ઈશ્યુ કરી અટકાયતી પગલાં લીધાં હતાં જેને પગલે દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

