ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કઠલાલમાં  રૂ.૨૫ હજાર તથા કપડવંજમાં રૂ. ૧ લાખ નો દંડ કરાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જીલ્લાના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કપડવંજ અને કઠલાલ માં કાર્યવાહ કરવામા આવી.
ખોરાક અને ઔષધ નિયનમની કચેરી દ્વારા કઠલાલ તાલુકાની પેઢી શીવ શક્તિ દુગ્ધાલયથી ખાદ્યચીજ મસાલા છાસ (શિવશક્તિ બ્રાન્ડ ૩૫૦ એમ.એલ કંપની પેક પાઉચ)નો નમુનો ફૂડ સેફટી એન્ડ  સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમુનો સબસ્ટાન્ડર્ડ થતા ખાદ્ય ચીજની ક્ષતીને ધ્યાને લેતા લઈને  શિવશક્તિ દુગ્ધાલય પેઢીના માલીકને રૂ. ૨૫ હજાર દંડ કરવામાં આવ્યો છે. આ જ રીતે ખોરાક અને ઔષધ નિયનમની કચેરી  દ્વારા મોડાસા રોડ પર આવેલ  કપડવંજ તાલુકાની  બાલાર્ક એન્ટરપ્રાઈઝમાં ઈગ્રીડીઅન્ટ તરીકે વપરાતા ખાદ્યચીજ પામ ઓઈલ લૂઝનો નમુનો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમુનો સબસ્ટાન્ડર્ડ થતા ખાદ્ય ચીજની ક્ષતીને ધ્યાને લઈને બાલાર્ક એન્ટરપ્રાઈઝને રૂ. ૧ લાખ દંડ કરવામાં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!