એન.સી.ઈ.આર.ટી ભોપાલ દ્વારા આયોજિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન કાર્યક્રમમાં દાહોદનું પ્રતિનિધિત્વ ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું.
દાહોદ*
એન.સી.ઈ.આર.ટી ભોપાલ દ્વારા આયોજિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન કાર્યક્રમમાં દાહોદનું પ્રતિનિધિત્વ ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું*
ભારત દેશ એ અનેક વિવિધતાઓ સાથેની બહુ ભાષીય ભાષાઓ ધરાવતો અને અને અલગ અલગ ભિન્નતાઓ ધરાવતી બહુ સંસ્કૃતિને ઉજાગર કરતો દેશ છે જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોની ભાષાઓ અલગ છે અને રાજ્યોમાં પણ અલગ અલગ વિસ્તારની ભાષા અલગ અલગ રીતે બોલાય છે જેમાં સૌને પોતાની માતૃભાષા સૌથી વહાલી અને પ્રિય હોય છે જેને લઈને રાષ્ટ્રીય શિક્ષણનીતિ અનુસાર દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ પણ પોતાની માતૃભાષામાં જ થવું જોઈએ જેને લઈને બાળક પોતાની માતૃભાષાને તેમજ પોતાની સંસ્કૃતિને સૌથી શ્રેષ્ઠ રીતે સમજી શકે જે વિચારને રાષ્ટ્રીય ફલક પર મૂકવાના અભિગમ સાથે ગત તારીખ ૩૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલી આર.આઈ.ઈ. સંસ્થાન ખાતે પાંચ દિવસીય બહુ ભાષીય અને બહુ સંસ્કૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના ૩ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત રાજ્યો મળી કુલ ૫ રાજ્યો વચ્ચે યોજાયેલ આ સેમિનારમાં ગુજરાત ભરમાંથી ૧૪ જેટલા શિક્ષકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં દાહોદનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય ઝાલોદ તાલુકાની નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક એવા ગોવિંદભાઈ એમ.પ્રજાપતિને પ્રાપ્ત થયું હતું જેમાં ગોવિંદભાઈ પ્રજાપતિ એ ભોપાલ ખાતેની આ ૫ દિવસીય સેમિનારમાં હિસ્સો લઈ રાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ જગતના મહાનુભવો આર.આઈ.ઈ. એન.સી.આર.ટી મંડળના ડીન ડૉ.મંડળ, ડૉ.સુરેશ મકવાણા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નિયામક રાઘવજી માઘડ શૈક્ષણિક જગતના પાંચ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા 50 થી વધુ શિક્ષણ વિદોની હાજરીમાં દાહોદની દર ચાર ગાઉએ બદલાતી પોતીકી બહુ ભાષિય અને વિભિન્નતામાં પણ ભિન્નતા ધરાવતી દાહોદની બહુ સંસ્કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરી દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી દાહોદ જિલ્લાનું નામ ભોપાલ ખાતે અંકિત કર્યું હતું જ્યારે પાંચ દિવસીય આ સેમીનારના અંતે ઉપસ્થિત તમામ શિક્ષણ જગતના મહાનુભાવોનું અભિવાદન કરી તેઓનો આભાર વ્યક્ત કરવાનો સૌભાગ્યપૂર્ણ અવસર પણ દાહોદનું પ્રતિનિધિત્વ કરતા ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું હતું.


smubvh