ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
રસ્તામાં અડચણરૂપ વસ્તુ દૂર કરીફતેપુરા નગરમાં ટ્રાફિકને માથાના દુખાવા સમાન બની ગયું છે પોતાની દુકાન મકાન આગળ જાહેરાતના બેનરો ચીજ વસ્તુઓ તેમજ વેપારની ચીજ વસ્તુઓ બહાર કાઢી લટકાવી રાખેછે જેના કારણે રસ્તાઓ સાંકડા બનતા રસ્તા ઉપર અવરજવર કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને પી આઈ જે એમ ખાંટ તેમજ ફતેપુરા પીએસઆઇ જે કે રાઠવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને વારંવાર રસ્તાઓ ઉપર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે જેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પી.આઈ તેમજ પીએસઆઇ ની અધ્યક્ષતામાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ફતેપુરા નગરમાં વેપાર કરતાં વેપારીઓ તેમજ રહેણાંક મકાન આગળ પોતાના ધંધા રોજગારના મૂકી અથવા તો લટકાવી રાખે છે તો ઘર આગળ હાથલારી કે અન્ય ચીજ વસ્તુઓ મૂકીને વેપાર કરતાં વેપારીઓના કારણે રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે એના કારણે રસ્તા પરથી અવરજવર કરતા વાહનોને પસાર થવું મુશ્કેલી બની રહ્યું છે ત્યારે રસ્તા પરથી બિનજરૂરી ચીજ વસ્તુઓ હટાવી રસ્તામાં અડચણરૂપ ન થાય તેવી રીતે ચીજ વસ્તુઓ મૂકવા માટે નાગરિકોને અપીલ કરી છે વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા તેમજ દુકાન કે મકાન આગળ પોતાની ચીજ વસ્તુઓ ટ્રાફિક ન થાય તેવી રીતે મૂકવી કે લટકાવી રસ્તા ઉપરથી વાહન સરળતાથી પસાર થઈ જાય તેવી રીતે વાહનો પાર્ક કરવા જણાવ્યું છે




