સંજેલી મેન બજારમાં ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય કામગીરીના અભાવે નગરજનો ત્રાહિમામ.

કેઅપીલ સાધુ સંજેલી

સંજેલી મેન બજારમાં ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય કામગીરીના અભાવે નગરજનો ત્રાહિમામ.

સંજેલી મેન બજારમાંથી જ પસાર થતા અધિકારીઓને પણ આવી સમસ્યા નજરો આગળ નહીં જોવાતી હોય તે વાતને પણ કેમ કરી નકારવી તેવા નગરજનોમાં અનેક પ્રશ્નો

પાછલા કેટલાય વર્ષથી આ જગ્યા ઉપર ગટરો ખોદવામાં આવે છે તેમજ બનાવવામાં આવે છે અને વારંવાર ખર્ચાઓ કરી અને તાયફાઓ થાય છે પરંતુ કાયમી નિરાકરણ થાય તેવી યોગ્ય વ્યવસ્થા નો અભાવ.

  સંજેલી તાલુકા મથક નું મુખ્ય મથક હોવા છતાં પણ આજે પણ ક્યાંક ને ક્યાંક નગરજનો સુવિધાઓના અભાવથી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે જે પૈકી હાલમાં સંજેલી નગરમાં રસ્તા સફાઈ ગટર સહિત ની સમસ્યાઓ પૈકી સફાઈ કામદારોની ઉદ્ભવેલી ની સમસ્યાના કારણે સંજેલી નગરમાં સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે બીજી એક બાબત જેને કહી શકાય કે સંજેલી નગર મેન બજારમાં જ આવેલી પાણીના નિકાલની ગટરની સમસ્યાનો કાયમી નિરાકરણ ના આવતા નગરજનો ત્રાહિમામ પોકાર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. સંજેલી મેન બજારમાં જ માંડલી ચોકડી સહિતના વિસ્તારોમાંથી નીકળતા પાણી ગટરોમાંથી સંજેલી મેન બજાર થઈ અને સંતરામપુર રોડ તરફ નો નિકાસ કરવામાં આવ્યો છે પરંતુ અવારનવાર પાછલા કેટલાય વર્ષમાં સંજેલી મેન બજારમાં થી પસાર થતી ગટર  માં કંઈક ને કંઈક સમસ્યાઓ ઉભી થતી રહે છે. અને વારંવાર ગટરો બને છે અને પુરાણો કરવામાં આવે અને ફરી તેના અંદર કચરો જામ થાય કે બીજી કોઈ સમસ્યાઓ ઉભી થવાના કારણે ફરી એ જ ગટરોને તોડવામાં આવે છે . કે પછી પાણીના નિકાલ માટે ના રસ્તાઓ કરવામાં આવતા હોય છે. અને ગટરોના ગંદા પાણી રસ્તાઓ પર પણ વહેતા થતા લોકોને ભારે દુર્ઘનનો સામનો કરવાનો તેમ જ મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે આ બાબતે ઘણાએ  વખતથી નગરજનો દ્વારા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પણ લાગતા વળગતાઓ દ્વારા આખ આડા કાન કર્યા હોય તેમ આવી રોગ જન્ય સમસ્યા સર્જાય તેવી ગંભીર બાબતને આડા કાન કર્યા હોય તેમ ટાળી દેવામાં આવે છે . કે પછી ધીમી ગતિએ કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવી લોકોમાં ચર્ચા . અને મંથરગતિએ જ્યાં નું ત્યાં કામ પૂર્ણ કરવાના બદલે દિવસો કાઢતા અને નગરજનોને હેરાન પરેશાન થતા જોવાનું કામ કરતા હોય તેવું જોવાય રહ્યું છે . સંજેલી મેન બજારમાં ઉદ્ભવેલી ગટરના ગંદા પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ સાથે નિરાકરણ કરવામાં આવી તેવી નગરજનોમાં માંગ કરવામાં આવી રહી છે.

આજરોજ લાગતા વળગતાઓ દ્વારા ગટર ન ગંદા પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે પ્લાસ્ટિકના પાઇપ ના નાના ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા . પરંતુ નાના બંગલાઓ ના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ ના થાય તેવું અનુમાન કરી અને . થોડા સમય પછી સમસ્યા ત્યાંની ત્યાં જ ઊભી થશે તેમ લાગતા નગરજનો દ્વારા વિરોધ કરાતા ભૂંગળાઓ સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા . તેમ જ નગરજનો દ્વારા યોગ્ય કામગીરી કરી અને કાયમી આ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી નગરજનો દ્વારા માંગ કરાઈ રહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!