દાહોદમાં બે સ્થળોએ મહિલા સહિત બે વ્યક્તિઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં : કુલ રૂા.૫૪,૩૮,૩૪૨ રૂપીયા ધોવાયાં

દાહોદ તા.૨૫

દાહોદમાં મહિલા સહિત બે વ્યક્તિઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતાં બંન્ને વ્યક્તિઓએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફરીંગમાં કુલ રૂા.૫૪,૩૮,૩૪૨ની અધધ.. રકમ ગુમાવી છે. આ મામલે દાહોદ સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હોવાનું જાણવા મળે છે.

પ્રથમ બનાવમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટ ધારકો તેમજ ગ્રૃપ એડમીન મળી કુલ ૧૦ ઈસમોએ સોશીયલ મીડીયાના વોટ્‌સએપ એપમાં ડેવીડ બોઅલ ઈન્ડીયા ક્લબ નામનું ગ્રૃપ બનાવ્યું હતું. આ ગ્રૃપમાં દાહોદ શહેરના કોલેજ રોડ પોલીટેકનીકલ સ્ટાફ ક્વાટર ખાતે રહેતા અને મુળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમ્બેડકર નગર, નવી વસાહતમાં માર્કેટ ફળિયામાં રહેતાં ૨૭ વર્ષિય રવિનાબેન મુકેશભાઈ રાઠવાને પણ આ ગ્રૃપમાં એડ કરવામાં આવ્યાં હતાં ત્યારે ગત તા.૦૧.૦૪.૨૦૨૪થી તારીખ ૨૩.૦૫.૨૦૨૪ના અલગ અલગ સમયગાળા દરમ્યાન રવિનાબેનને સોશીયલ મીડીયાના વોટ્‌સએપ માધ્યમથી એક લીંક મોકલી હતી અને તેના પર આઈપીઓ તથા યુએસ સ્ટોપ, ઈન્ડીયાન સ્ટોક તેમજ યુકે સ્ટોક પર રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી હતી અને જેતે સમયે અલગ અલગ બેન્ક એકાઉન્ટના ૧૦ ધારકો દ્વારા રવિનાબેન પાસેથી કુલ રૂા.૩૫,૬૪,૩૫૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. તે સમયે રવિનાબેનને માત્ર ૩૯,૪૨૦ પરત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં અને બાકીના રૂપીયા ૩૫,૧૪,૯૩૦ પરત આપ્યાં ન હતાં. લગભગ બે મહિનાના સમયગાળા દરમ્યાન પોતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હોવાનો અહેસાસ રવિનાબેનને થતાં ગતરોજ આ મામલે રવિનાબેન મુકેશભાઈ રાઠવાએ આ સંબંધે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં દાહોદના ગલાલીયાવાડ વિસ્તારમાં લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતાં ૩૧ વર્ષિય હરદેવભાઈ વેણીશંકરભાઈ લઘવાને ગત તા.૨૨.૧૨.૨૦૨૩થી તારીખ ૧૬.૦૧.૨૦૨૪ના અલગ અલગ સમયગાળા દરમ્યાન ૧૫ જેટલા બેન્ક ધારકો દ્વારા સોશીયલ મીડીયાના ટેલીગ્રામના માધ્યમથી અલગ અલગ હોટલો તથા બિલ્ડીંગનું ઓનલાઈન રિવ્યુ અપાવી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લીધાં હતાં અને વેબસાઈડ પર ખોટી વેબપેજ બનાવી હરદેવભાઈ પાસેથી અલગ અલગ સમયગાળા દરમ્યાન અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં કુલમાં રૂા.૧૯,૨૩,૪૭૧ ઓનલાઈન નંખાવી દીધાં હતાં. અને વેબસાઈડ પરના એકાઉન્ટમાં સ્કીન પર કુલ ૩૮,૭૮,૧૦૦ પ્રોફીટ બવાતેલ રકમ નહીં આપી અને ત્યારે તેઓની મળવાપાત્ર નાણાં પરત ન મળતાં અને પોતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં હોવાનું માલુમ પડતાં આ સંબંધે ગતરોજ હરદેવભાઈ વેણીશંકરભાઈ લાધવાએ દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!