દાહોદના કાળીતળાઈ ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ પરથી પોલીસે એક નંબર વગરની ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧.૪૩ લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી
દાહોદ તા.૨૫
દાહોદ તાલુકાના ઈન્દૌરથી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે રોડ પર આવેલ કાળીતળાઈ ગામ તરફથી દાહોદ એલસીબી પોલીસે એક નંબર વગરની ફોર વ્હીલર ગાડીમાંથી પ્રોહીબીશનનો રૂા.૧,૪૩,૧૬૨ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૧,૫૩,૧૬૨ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં આગામી હોળીના તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકામાંથી પસાર થતાં ઈન્દૌરથી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે રોડ પર કાળીતળાઈ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક નંબર વગરની ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેમાં સવાર ગાડીના ચાલક અનિલકુમાર રીછપાલ ભગવાનરા કુમાવત અને તેની સાથેનો ધર્મેન્દ્ર ભાગુરામ રામુરામ જાટ (બંન્ને રહે.રાજસ્થાન)નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૫૨ કિંમત રૂા.૧,૪૩,૧૬૨ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૧,૫૩,૧૬૨નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂ રાજસ્થાનના રમેશભાઈ સેનીએ આ વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને ણાંદ જિલ્લામાં રહેતો વિષ્ણુભાઈ પરમારે મંગાવ્યો હોવાનું જણાવતાં આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

