જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ વિભાગમાં ચાલી રહેલ પ્રોજેક્ટ પા.પા.પગલી અંતર્ગત બેઠક યોજાઈ


દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. વિભાગમાં ચાલી રહેલ પ્રોજેક્ટ પા.પા.પગલી અંતર્ગત મીટીંગ યોજવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે ઘટક કક્ષાએ આંગણવાડી વર્કર બહેનોને તાલીમ તેમજ માર્ગદર્શન આપવા માટે ઘટક દીઠ એક પ્રી સ્કૂલ ઈન્સ્ટ્રક્ટરની નિમણુંક કરેલ છે, જેઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા – અને વધુ સઘન કામગીરી કરવા માટે વિચારણા કરવા સહિત ૧૭ થીમ મુજબનું TLM પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થનિક કક્ષાએ ઉપલબ્ધ સાધન સામગ્રીની મદદથી LOW COST LOW BUDGET માંથી રમકડા બનવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દરમ્યાન દાહોદ જિલ્લાની આઈ.સી.ડી.એસ.વિભાગ ના પ્નીરિ -સ્કુલ ઈન્સ્ટકટર ઉપસ્થિત રહીને પોતાના તરફથી ઋતુઓ, શાકભાજી, ફળો, શરીરના અંગો, છોડ – વૃક્ષ અંગે, સંયુક્ત કુટુંબ, ટ્રાફિક સિગ્નલ, પાણીના સ્ત્રોતો, શું ખાવું – શું ન ખાવું, રાષ્ટ્રીય પ્રતીકો, પ્રાણીઓ તેમજ પક્ષીઓ વિષે ૧૭ થીમ મુજબનું TLM રજુ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!