દાહોદના ભાઠીવાડા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર એક બોગસ તબીબને ઝડપી આવ્યો
દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર એક બોગસ તબીબને ભાઠીવાડા મેડીકલ ઓફિસરે ઓચિંતી તપાસ દરમ્યાન ઝડપી પાડી આ અંગેની જાણ દાહોદ એસઓજી પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ બોગસ તબીબના દવાખાનામાંથી દવાઓનો જથ્થો વિગેરે મળી પોલીસે કુલ રૂા.૭,૪૨૭.૫૨નો મુદ્દામાલ ઝડપી પાડી બોગસ તબીબને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદના ભાઠીવાડા ગામે છાયણ ફળિયામાં બચુભાઈ કાળુભાઈ ઉર્ફે કાળીયાભાઈ ડોડીયાર (રહે. ઢાઢીયા, તળાવ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) નો ભાઠીવાડા ગામે છાયણ ફળિયામાં બોગસ દવાખાનું જે કોઈપણ પ્રકારની ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની માહિતી ભાઠીવાડાના પ્રાથમી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ધવલભાઈ મહેશભાઈ તાવીયાડને માહિતી મળતાં તેઓએ ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ ઉપરોક્ત બોગસ તબીબના દવાખાનામાં ઓચિંતી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હતી. જેમાં મેડીકલ ઓફિસર દ્વારા બોગસ તબીબ બચુભાઈ ડોડીયાર પાસે તબીબીની ડીગ્રી રજુ કરવા કહેતા તેની પાસે તબીબની કોઈ ડીગ્રી ન હોવાનું મેડીકલ ઓફિસરને માલુમ પડ્યું હતું. અને આ બોગસ તબીબ લોકોના જીવ જાેખમમાં મુકાય તેમજ શારિરીક સલામતી પણ જાેખમાય તે રીતે બીમાર દર્દીઓની સારવાર કરતો હોવાનું માલુમ પડતાં આ અંગે મેડીકલ ઓફિસર દ્વારા દાહોદ એસઓજી પોલીસને જાણ કરતાં સ્થાનીક પોલીસનો કાફલો બોગસ તબીબના દવાખાને પહોંચી ગયો હતો જ્યાંથી પોલીસે જુદા જુદા પ્રકારની મેડીશન (દવાઓ) કિંમત રૂા.૬,૯૨૭.૫૨ તેમજ એક મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૭,૪૨૭.૫૨નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ભાઠીવાડા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ધવલભાઈ મહેશભાઈ તાવીયાડે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

