દાહોદ તાલુકાના વડબારા ગામે ભજીયા બનાવવા મુદ્દે પતિ – પત્નિમાં થયેલ ઝઘડાના પગલે પત્નિએ પતિનું ઢીમ ઢાળ્યું

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના વડબારા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પત્નિએ ભજીયા બનાવ્યા બાદ પતિ દ્વારા આ બનાવેલ ભજીયામાં ખામી કાઢતા બંન્ને પતિ – પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો તકરાર થયો હતો. આ બાદ રાત્રીના સમયે આ બદલાની આગમાં પત્નિ દ્વારા પતિ ઉપર હિંસક હુમલો કરી માથાના ભાગ,કાનની પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે દાંતરડા જેવા હથીયાર વડે તથા પથ્થર વડે ગંભીર માર મારતાં પતિનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા આ બનાવથી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ તાલુકાના વડબારા ગામે મિનામા ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય ભાદુભાઈ જાેગડાભાઈ મિનામા તથા તેેમની પત્નિ રમીલાબેન ભાદુભાઈ મિનામા એમ બંન્ને જણા પોતાના ઘરમાં હતા. ગતરોજ પત્નિ રમીલાબેને જમવાનું પણ બનાવ્યું હતુ અને જમવામાં ભજીયાની વાનગી પણ બનાવી હતી. ભજીયા અંગે પતિ ભાદુભાઈએ કહેલ કે, તે ભજીયા કેવા બનાવેલ છે, તેમ કહેતા ઉપરોક્ત પતિ – પત્નિ વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને ઝઘડાએ ઉગ્રરૂપ પણ ધારણ કર્યું હતુ. આ બાદ પતિ – પતિ સહિત પરીવારજનોના સમજાવટને પગલે મામલો તે સમયે થાળે તો પડ્યો હતો પરંતુ આ ઝઘડાથી એકદમ ઉશ્કેરાયેલ પત્નિ રમીલાબેને વહેલી સવારના ૪ વાગ્યાના સમયે સુતેલ પોતાના પતિ ભાદુભાઈ ઉપર હિંસક હુમલો કરી પથ્થ તથા દાંતરડા જેવા હથિયારથી માથાના ભાગે, કાનના પાછળના ભાગે તથા આંખની નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં સ્તબ્ધતા સહિત આક્રંદનો માહૌલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ વાયુવેગે ગ્રામજનો પણ થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ આવી પહોંચી હતી.
આ સંબંધે મૃતક ભાદુભાઈના પિતા એટલે કે, રમીલાબેનના સસરા જાેગડાભાઈ મગનભાઈ મિનામાએ પોતાની વહુ રમીલાબેન વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: