દાહોદ એલસીબી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨ લાખ ઉપરાંતના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગામેથી પસાર થતાં ઈન્દૌર ગોધરા નેશનલ હાઈવે પરથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨,૦૬,૬૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૧૧,૬૪૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમખેડાના ઉસરા ગામેથી પસાર થતાં ઈન્દૌર ગોધરા નેશનલ હાઈવે પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને દુરથી ગાડી ઉભી રાખવાનો ઈશારો કરતાં ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી ભગાવી થોડે દુર પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી ચાલક સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૧૩૬૮ કિંમત રૂા.૨,૦૬,૬૪૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૧૧,૬૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

