દાહોદના રેટીયા રેલ્વે ટ્રેક અજાણ્યા પુરૂષનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું
દાહોદ તા.૨૮
દાહોદના રેટીયા ખાતેના રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક અજાણ્યા પુરૂષનું મોત નીપજતાં ઘટના સ્થળે દોડી ગયેલ દાહોદ રેલ્વે પોલીસ દ્વારા મૃતક અજાણ્યા પુરૂષના વાલીવારસની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૭મી ફેબ્રુઆરીના રોજ દાહોદના રેટીયા ખાતેના રેલ્વે ટ્રેક પરથી અવધ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા પુરૂષ અવધ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં અજાણ્યા પુરૂષને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસને થતાં રેલ્વે પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં મૃતક અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. મૃતક અજાણ્યા પુરૂષે શરીરે કાળા રંગનું ડિઝાઈનવાળુ આખી બાઈનું શર્ટ પહેલ, કમરે બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ તેમજ મૃત પામેલ અજાણ્યા પુરૂષ શરીરે મધ્યમ બાંધાનો, ઉંચાઈ ૫ ફુટ ૬ ઈંચ, રંગે શ્યામવર્ણ, માથે બે ઈંચ જેટલા કાળા વાળ તથા ડાબા હાથે અંગ્રેજીમાં કે.વી. લખેલ છે.
આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃત અજાણ્યા પુરૂષના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

