દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ટાંડા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ


દાહોદ તા.૨૮

દાહોદ તાલુકાના ટાંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આર કે એસ કે પ્રોગ્રામ અંતગર્ત ત્રણ દિવસીય તાલીમનુ આયોજન કરવામાં માં આવ્યું હતું. જે દરમ્યાન તાલીમાર્થીઓને કિશોરાવસ્થા દરમિયાન શરીરમા આવતા ફેરફાર, પિયરએજ્યુકેટરનો સમુદાયમાં શું રોલ છે તેમજ તેમની ભૂમિકાઓ વિષે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

આ એજ ગ્રુપમા તેઓમા આવતી કુટેવો જેમ કે વ્યસન અંગે માર્ગદર્શન આપી કુટેવોથી દૂર રહેવા સમજ આપવામાં આવી, તેઓને સિકલસેલ એનીમિયા વિશે સમજ આપી, લગ્ન સમયે સિકેલસે ના જન્માક્ષર મેળવવાની સમજ આપી, બાળકોને શાળામાં અપાતી આયર્ન ટેબલેટ નિયમિત લેવાના ફાયદા અંગે સમજ આપવામાં આવી, તેઓને કેન્સર, ટીબી જેવા રોગો થવાના કારણ અંગે સમજ આપવામાં આવી હતી.

તદ્દઉપરાંત બાળકોના ગ્રુપ બનાવી જુદા જુદા વિષય પર ચાર્ટ બનાવવા જેવી એક્ટિવિટી કરાવવામા આવી હતી. સમગ્ર તાલીમ દરમિયા આર કે એસ કે નોડલ શ્રી નિખિલભાઈ પ્રા.આ.કે. ના મેડીકલ ઓફીસરશ્રી ડૉ મોરી, પ્રા.આ.કે. ટાંડાના મેલ સુપરવાઇઝર શ્રી મુકેશભાઈ તથા સીએચઓ નિશાબેન એ ઉપસ્થિત રહી પિયર એજયુકેટર જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપવામા આવ્યું હતું,

આ નિમિતે તેઓને સતાવતી મૂંઝવણના ઉપાય પણ બતાવવામાં આવ્યા હતા, આ સમગ્ર પ્રોગ્રામના વહીવટી સંચાલન પ્રા આ કે ના ઓપરેટર શ્રી ગૌરવભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તાલીમ દરમિયાન બાળકોને પોસ્ટિક નાસ્તો તથા ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓને પિયર કીટ જેમાં ઘડિયાળ, બોલપેન, એક્ઝામ પાટિયા, આસન પટ્ટા, છત્રી , ડાયરી તથા આર કે એસ કે ના લોગો વાળી ટોપી આપવા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!