દાહોદ જિલ્લામાં આગામી તા. ૧ ઓગષ્ટથી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી ડિઝિટલ માધ્યમોથી કરવામાં આવશે

દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લામાં આગામી તા. ૧ થી ૧૪ ઓગષ્ટ દરમિયાન મહિલા પખવાડીયાની ઉજવણી ડિઝિટલ માધ્યમો થકી કરવામાં આવશે. જે માટે ટેલિવિઝનથી લઇને સોશિયલ મિડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને પ્રેરીત કરવા માટે તેમજ મહિલાઓના વિકાસના વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અન્વયે રાજયકક્ષાએથી સેટકોમના માધ્યમથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં રાજયકક્ષાના તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ ૧ પરથી બપોરે ૧ થી ૨ વાગ્યા દરમિયાન કરાશે. સાથે ફેસબુક ઉપર wcdgujarat પેજ લાઇવ આવશે અને યુટયુબ ચેનલ @WCDGujarat પર આ પ્રસારણ પછી ગમે ત્યારે જોઇ શકાશે.
દાહોદ જિલ્લામાં મહિલા સશક્તિકરણના વિવિધ કાર્યક્રમોનું જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અન્ય વિભાગોના સંકલનમાં રહીને આયોજન કરશે. આ પખવાડીયાની શરૂઆત તા. ૧ ઓગષ્ટ મહિલા સુરક્ષા દિવસની ઉજવણીથી થશે. ત્યાર બાદ તા. ર ના રોજ દિકરી દિવસ-બેટી બચાવો બેટી પઢાવો, તા. ૩ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. ૪ ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. પ ના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા. ૬ ના રોજ મહિલા કૃષિ દિવસ, તા. ૭ ના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા. ૮ ના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા. ૯ ના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા. ૧૦ ના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા. ૧૧ ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. ૧૨ ના રોજ મહિલા કાનૂની જાગૃતિ દિવસ, તા. ૧૩ ના રોજ શ્રમજીવી મહિલા દિવસ, તા. ૧૪ ના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!