મહેમદાવાદના રૂદણ ગામમાં ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો
નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી સાઉથ આફ્રિકા-ઈંગ્લેન્ડ વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની મેચમાં સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
ધવલ લાલવાણી અને હેમંત ઉર્ફે ટીનો સોની બંને પંચમહાલ જિલ્લાના રહેવાસી છે. તેઓ લેપટોપ અને મોબાઈલ દ્વારા લાઈવ મેચમાં સટ્ટો રમતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, લેપટોપ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૫ હજાર ૭૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસ કરતાં આ મકાન જાફરાબાદ, પંચમહાલના અહેજાજમીયા શેખનું છે. હિતેશ ઉર્ફે કાલુ સોનવાણી (રહે. જાફરાબાદ, પંચમહાલ)ના કહેવાથી અહીં મેચનો સટ્ટો રમાતો હતો. મહેમદાવાદ પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

