એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ,દાહોદની ધંધાકીય આલમમાં સરપ્રાઈઝ ચેકીંગ : લીમડી નગરમાં નાસ્તાની દુકાનમાં કામ કરતાં બાળ મજુરને મુક્ત કરાવી દુકાનદાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક નાસ્તાની દુકાનમાં એન્ટી હ્મુમન ટ્રાફીકીંગ યુનીટ, દાહોદ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતાં જેમાં એક ૧૩ વર્ષિય બાળ મજુર નાસ્તાની દુકાનમાં મજુરી કામ કરતાં જાેવા મળતાં નાસ્તાની દુકાનના માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૨ માર્ચના રોજ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, દાહોદને મળેલ બાતમીના આધારે ઝાલોદના લીમડી નગરમાં આવેલ મોદી નાસ્તા હાઉસમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમ્યાન નાસ્તાની દુકાનમાં એક ૧૩ વર્ષિય બાળ મજુર સાથે મજુરી કામ કરાવવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે એન્ટી હ્મુમન ટ્રાફીકીંગ યુનીટ, દાહોદની ટીમ દ્વારા બાળ મજુર તેમજ નાસ્તાની દુકાનના માલિક મનિષકુમાર ચંદુલાલ મોદી તેમજ બાળ મજુરની પુછપરછ હાથ ધરતાં બાળક સાથે નાસ્તાની દુકાનમાં બાળ મજુરી કરાવવામાં આવતી હોવાની સઘળી હકીકતો જાણવા મળતાં આ સંબંધે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, દાહોદમાં ફરજ બજાવતાં મહેન્દ્રભાઈ જેમાલભાઈ દ્વારા નાસ્તાની દુકાનના માલિક મનિષકુમાર ચંદુલાલ મોદી વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

