દાહોદ એસઓજી પોલીસે ફતેપુરાના પાટડીયા ગામે સપાટો બોલાવ્યો : રૂા.૩.૩૮ લાખના ગાંજાના વાવેતર સાથે ખેતર માલિકની અટકાયત
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર વાવેવતર કરેલ ગાંજાના છોડનું વાવેતર કરેલ ખેતરમાંથી દાહોદ એસઓજી પોલીસે લીલા ગાંજાના છોડ તેમજ સુકા ગાંજાનો જથ્થો કિંમત રૂા.૩,૩૮,૨૦૦નો ગાંજાના જથ્થા સાથે ખેતર માલિકને ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ ફતેપુરાના પાટડીયા ગામે ડામોર ફળિયામાં રહેતાં કડકીયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. પોલીસે ખેતરમાં તપાસ હાથ ધરતાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાંથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ.૧૨૩ જેનું વજન ૩૦.૭૬ કિલોગ્રામ કિંમત રૂા.૩,૦૭,૬૦૦ તેમજ સુકો ગાંજાે વજન ૦૩.૦૧ કિલોગ્રામ મળી પોલીસે કુલ રૂા.૩,૩૮,૨૦૦નોે મુદ્દામાલ કબજે કરી પોલીસે ઉપરોક્ત ખેતર માલિકની અટકાયત કરી હતી. આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

