દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે સ્નેહલ ધારીયાની વરણી કરવામાં આવી
દાહોદ તા.૦૭
છેલ્લા ઘણા દિવસોથી દાહોદ જિલ્લા ભારતે જનતા પાર્ટીના નવા જિલ્લા પ્રમુખ ની ચર્ચાઓએ ભારેજાેર પકડ્યો હતો ત્યારે આજરોજ પ્રદેશ કાર્યાલય દ્વારા દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલ ધરિયાની વરણી કરતા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે.
દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ તેમજ ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણી સંપન્ન થયા બાદ કચરોજ આ બંને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાતો કરવામાં આવી હતી જેમાં બંને નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો પાલિકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની પણ અનેક અટકણો વહેતી થવા પામી હતી ત્યારે આ અટકણોનો આજરોજ અંત આવ્યો હતો અને સ્નેહલ ધારિયાને દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં જિલ્લા ભાજપમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. દાહોદ જિલ્લામાં પ્રમુખ પદ મેળવવા માટે અનેક મહિલા સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી ત્યારે આજરોજ દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ પદની પણ જાહેરાત કરી દેવામાં આવતા સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો છે.

