ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકો માટે સોમવાર પ્રાર્થના મંડળના ભંડારાનો રવિવારે પ્રારંભ
નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના પદયાત્રિકો માટેના ડાકોર જતા માર્ગ ઉપરના સૌથી મોટા ભંડારાનો તા.૯ માર્ચના રોજ સાંજના ૬ કલાકે ભવ્ય પ્રારંભ થશે અને તે ભંડારો ૧૨ માર્ચ સુધી અવિરત પદયાત્રિઓની સેવા માટે ચાલુ રહેશે.આ ભંડારાના પ્રારંભે યોજાનાર સમારંભમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, (પ્રમુખસ્થાને)સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટય કરાશે.જ્યારે અન્ય મહાનુભાવોમાં નડિયાદના પૂ. કનુભાઈ સોની, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત,નગરપાલિકાના ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ, અર્બન બેંકના ચેરમેન ડોક્ટર હિમાંશુ શુક્લ,
સહિત મહેમદાવાદના મનોભાવના મહાકાળી મંદિર પરિવારના સમીરભાઈ સોની ખાસ ઉપસ્થિત રહીને પદયાત્રિકોના સેવાયજ્ઞનો પ્રારંભ કરાવશે.પૂજ્ય મોહનભાઈ ભગત દ્વારા સ્થાપિત આ મંડળમાં પૂ.સ્વ.હસુભાઈ સોની અને પૂ.સ્વ.મનુભાઈ સોનીનુ અદ્વિતીય પ્રદાન રહ્યું હતું. જેના પરિણામે નડિયાદ દરવાજા બહાર એક વિશાળ સંકુલમાં આ ટ્રસ્ટની અન્ય અનેક સેવા પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.જે એક જનસેવા એ જ પ્રભુ સેવાના નામને અદ્વિતીય લેખાવે છે તેમ મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું.

