દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ એક દુકાન અને રેસ્ટોરન્ટ સીલ
દાહોદ તા.૩૧
દાહોદના રામેશ્વર નમકીન ઍન્ડ રેસ્ટોરન્ટ અને નંદની બ્યુટી નામની કટલરી ની દુકાનને પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્રારા સીલ મારી દેવામાં આવ્યું છે.
આ દુકાનો દ્વારા સામાજિક અંતરના નિયમો, માસ્ક અને સેનીટાઈઝર જેવા નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા સઘન ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એ જરૂરી છે કે વેપારીઓ જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરે. આ નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
#Sindhuuday Dahod