વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ધાનપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાછવા ખાતે આશા સંમેલન યોજાયું
દાહોદ તા.૦૮
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પ્રાથમિક કેન્દ્ર, રાછવા ખાતે વિશ્વ મહિલા દિન નિમિતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ આશા સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ મહિલાઓને મહિલા દિવસનિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે, આજની બહેનો વિવિધ ક્ષેત્રોમાં પોતાની મહેનતથી પગભર થઈને પોતાના પરિવારના ભરણ પોષણ સહિત પરિવારનું નામ રોશન કરી રહી છે. આજની મહિલાઓ સ્વાવલંબન થઇ રહી છે, આત્મનિર્ભર બનીને આગળ વધી રહી છે. આ દરમ્યાન મંત્રીશ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ કુલ 05 આશાવર્કર બહેનોનું સ્ટેજ પર સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ મહિલા સંમેલન દરમ્યાન ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમન, તાલુકા આરોગ્ય ટીમ, જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી અભેસિંહ મોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અભેસિંહ મોહનીયા, ઉપપ્રમુખ રતનસિંહ સહિતના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા વર્કર અને આશા ફેસેલેટર બેહનો તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

