આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો

દાહોદ તા.૦૮
આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે દાહોદ તાલુકાના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગ નિમિતે દાહોદ નગર પાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત જી 20 માંથી પધારેલ ઝંખનાબેન ત્રિવેદી, મોટીવેશન સ્પીકર, ડૉ. શોભના મુનીયા, D.N.M.O , ડો. જયશ્રી રોઝની ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમ્યાન આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરેલ ફી. હે. સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશિય, આર.બી. એસ.કે. મેડિકલ ઓફિસરશ્રી, આશા ફેસેલેટર, આશા બેહેનોનું ધારાસભ્યશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. ભગીરથ બામણીયા દ્વારા સુંદર અને સફળ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન માતૃ અને બાળ આરોગ્ય સેવાઓ અવિરત પણે મળતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ ડાયરાનું આયોજન આરોગ્ય કર્મચારી મેડા સંદીપકુમાર, પરમાર પરેશભાઈ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર જે.પી. ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું.

