આદિવાસી સંસ્કૃતિને ઉજાગર પરંપરાગત કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો


દાહોદ તા.૦૯

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલ્વે સ્પોટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો હતો. આ ૧૭ માં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

શિક્ષણ મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોર એ જણાવ્યું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય જોવા મળે છે છે. તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઇએ. આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમમોનું આયોજન કરવું જોઈએ. આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે ત્યારે તમામ કલાકારોને સાંસદ શ્રી ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃત્તિક વિરાસતનું જતન કરવું જોઇએ તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ બન્યાં હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, નગર પાલિકા પ્રમુખ સુશ્રી નીરજ દેસાઈ , જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદનાં પ્રમુખ શ્રી નગરસિંહ પલાસ, અગ્રણી શ્રી સ્નેહલ ધરીયા,સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!