બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય સાથે ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા જેસાવાડા ખાતે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ
દાહોદ તા.૦૯
બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય સાથે દાહોદ જિલ્લામાં નિયુકત થયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા એમ.એમ. હિરાણી, સરકારી શ્રમ અધિકારી, દાહોદની રાહબરી હેઠળ બાળ તથા તરૂણ શ્રમયોગીઓને કામ પરથી મુકત કરાવવા માટે તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ દાહોદ તેમજ જેસાવાડા ખાતે આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
જે દરમ્યાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં કૈલાશ રેસ્ટોરન્ટ, મું. પોલીસ સ્ટેશનની સામેથી ૦૨ (બે) તરૂણ શ્રમિક મળી આવેલ હતા. મળી આવેલ કુલ-૦૨ તરૂણ શ્રમિક જે સંસ્થામાં કામ કરતા હતા તે સંસ્થાના માલિકને બાળ અને તરૂણ શ્રમયોગી અધિનિયમ – ૧૯૮૬ અને તે હેઠળના ગુજરાતના નિયમો અંતર્ગતની તપાસ નોંધ પાઠવવામાં આવેલ છે. જેની સમયમર્યાદામાં પુર્તતા ન કર્યેથી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર કાર્યવાહીમાં શ્રી એમ.એમ.હિરાણી, સરકારી શ્રમ અધિકારીશ્રી, દાહોદ અને પોલીસ ખાતાના અધિકારીશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓએ ભાગ લીધેલ હતો. આ ખાતા દ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ એમ.એમ.હિરાણી સરકારી શ્રમ અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.

