લીમખેડા નગરમાં એક ૩૮ વર્ષિય યુવકે અગમ્યકારણોસર ગળાફાંસો કાઈ આત્મહત્યા કરચાં ચકચાર
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક ૩૮ વર્ષિય યુવકે કોઈ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગત તા.૦૯મી માર્ચના રોજ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં ઉપરેટા ગામે રહેતાં ૩૮ વર્ષિય બદારામ ભાનારામ ગોરણાએ દાહોદના લીમખેડાના ઝાલોડ રોડ ખાતે આવેલ એક મકાન પર છતના હુક સાથે રૂમાલ બાંધી અગમ્યકારણોસર આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક બદારામના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં ત્યારે આ ઘટનાની જાણ મૃતક બદારામના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં મૃતક બદારામના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે હમીરસિંહ ચંદનસિંહ રાજપુતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://accounts.binance.info/el/register?ref=DB40ITMB