હોળીના તહેવાર ટાણે જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર : દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર માર્ગ અકસ્માતના સર્જાયલ બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અકાળે મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. હોળીના તહેવાર ટાળે આ માર્ગ અકસ્માત સર્જાતાં લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડાના ધુમણી (દુ) ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી માર્ચના રોજ ધુમણી (દુ) ગામેથી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલાં નિલેશકુમાર પ્રતાપભાઈ ભુરીયા અને રણજીતસિંહ બચુભાઈ કોચરા (બંન્ને રહે. દાભડા, તા.લીમખેડા,જિ.દાહોદ) દાહોદનાઓની મોટરસાઈકલને ફોર વ્હીલર ગાડીના ચાલકે જાેશભેર ટક્કર મારતાં નિલેશકુમાર તથા રણજીતસિંહ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થવ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને ઘટનાની જાણ બંન્નેના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે બંન્ને ગંભીર ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ઉપરોક્ત બંન્ને યુવકોના મોત નીપજતાં પરિવારજનોમાં હોળીના તહેવાર ટાળે ગમગીની છવાઈ ગઈ હતી. માર્ગ અકસ્માત સર્જી ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ સ્થળ પરથી ભાગી ગયો હતો. આ સંબંધે પ્રતાપભાઈ મનસુરભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદના ગરાડુ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૧મી માર્ચના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મોટરસાઈકલના ચાલક કમલેશભાઈ તથા તેમની સાથેના રાહુલભાઈ તથા સરકીબેનને જાેશભેર ટક્કર મારતાં કમલેશભાઈ, રાહુલભાઈ તથા સકરીબેન ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે કમલેશભાઈને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને સાથે લઈ ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત રાહુલભાઈ તથા સકરીબેનને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં હોળીના તહેવાર ટાણે ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે મનોજભાઈ રામાભાઈ ચારેલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!