દાહોદ એસઓજી પોલીસ દ્વારા બે અલગ અલગ સ્થળોથી અફીણ જીંડવાનો જથ્થો ઝડપી પડાયો : લીમખેડાના પીપળીયા ગામે ડ્રોનની મદદે રૂા.૧૦.૨૪ લાખ ઉપરાંતનો અને દાહોદના ખંગેલા ગામેથી ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૭.૮૫ લાખ ઉપરાંતના અફીણ જીંડવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએથી જેમાં એક બનાવમાં ખેતરમાંથી ડ્રોન કેમેરાની મદદથી તેમજ બીજા બનાવમાં ફોર વ્હીલર ગાડીમાંથી અફીણ જીંડવા (પોષ ડોડા)નો કુલ રૂા.૧૦,૨૪,૦૯૦ના અફીણ જીંડવા (પોષ ડોડા)ના જથ્થા સાથે બંન્ને બનાવમાં બે ઈસમોની અટકાયત કરી એક બનાવમાં ફોર વ્હીલર ગાડી પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં હાલ હોળીનો તહેવાર આવનાર હોય જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં દાહોદની એસઓજી પોલીસ પણ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એસઓજી પોલીસને ગતરોજ મળેલ બાતમીના આધારે લીમખેડાના વડાપીપળા ગામે સંગાડા ફળિયામાં ડ્રોન કેમેરા મારફતે આસપાસના ખેતરોમાં તપાસ હાથ ધરતાં જેમાં આ વિસ્તારમાં રહેતાં બીજલભાઈ મુળાભાઈ સંગાડાએ પોતાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરેલ હોવાનું પોલીસને ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. પોલીસની ટીમ દ્વારા ખેતરમાં જઈ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ખેતરમાંથી અફીણના લીલા છોડ નંગ.૧૬૦૨ જેનું વજન ૨૩ કિલો ૮૭૫ ગ્રામ જેની કુલ કિંમત રૂા.૨,૩૮,૭૫૦ના અફીણના છોડ સાથે ખેતર માલિક વીજલભાઈ સંગાડીની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં દાહોદ એસઓજી પોલીસે ગતરોજ મળેલ બાતમીના આધારે દાહોદના ખંગેલા ગામે વાંદરીયા ફળિયામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થઈ હતી જેને પોલીસે ઉભી રખાવી ફોર વ્હીલર ગાડીના ચાલક કૈલાશભાઈ સોનારામ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડી તલાસી લેતાં તેમાંથી ૧૩ જેટલા મીણીયાના થેલાઓમાં ભરેલ વનસ્પતિજન્ય અફીણના જીંડવા જેનું વજન ૨૬૧.૭૮૦ કિલોગ્રામ કિંમત રૂા.૭,૮૫,૩૪૦ના અફીણના જીંડવા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૩,૪૫,૩૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!