નડિયાદ સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં એક દિવસીય આયુષ મેળો યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ


ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં કોલેજના આચાર્ય ડોક્ટર મહેન્દ્રકુમાર દવે નાં માર્ગદર્શનથી એન.એસ.એસ. વિભાગ અને સી. ડબ્લ્યુ.ડી.સી. વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્યુવેદ હોસ્પિટલ, પીપળાતા દ્વારા ‘એક દિવસીય આયુષ મેળા’ નું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કોલેજના યજમાન પદે યોજાયેલ આ એક દિવસીય આયુષ મેળામાં તમામ સેવાઓ તથા દવા નિશુલ્ક આપવામાં આવી હતી. કોલેજમાં વિદ્યાર્થીઓને તેમના વાલીઓ અને અન્ય સગા સંબંધી ને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર તેમજ દવા આપવામાં આવી હતી આ આયુષ મેળામાં આંખ, કાન ગળાની ઓપીડી, ચામડીના રોગ, બાળ રોગ, સ્ત્રીરોગ અને વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ નિદર્શન, અગ્નિકર્મ નિદર્શન અને પંચકર્મ વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત જલૌકવાચરણ નિદર્શન રોગપ્રતિકારક શક્તિવર્ધક પેચ નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
સવારના ૯ કલાકથી બપોરના ૨ કલાક સુધી કાર્યરત આ મેળામાં દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. આ સારવારમાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલ, પીપળાતા ના ડોક્ટર અભિષેક યાદવ અને તેમની ટીમે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી કુલ ૨૦૦ થી વધુ દર્દીઓએ આ સારવાર નો લાભ લીધો. આચાર્યની પ્રેરણા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પીપળાતા ના સહયોગ તેમજ કોલેજના સી ડબ્લ્યુ વિભાગના સહયોગથી એન.એસ.એસ. વિભાગના કન્વીનર ડોક્ટર પ્રકાશભાઈ વિંછીયાએ આ સમગ્ર ‘એક દિવસીય આયુષ મેળા’નું આયોજન કર્યું હતું.
