દાહોદમાં આજે વધુ ૩૦ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૦૧
દાહોદમાં આજે કુલ ૩૦ કોરોના દર્દીઓ સામે આવ્યા છે જેમાંથી ૭ દર્દીઓ રેપીટ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે. આજના ૩૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં કોરોનાએ ૫૯૯ નો આંકડો પાર કરી દીધો છે જેમાં એક્ટીવ કેસની સંખ્યા ૩૩૭ અને મૃત્યુઆંક ૩૯ પર પહોંચ્યો છે. આમ, દાહોદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધવા માંડ્યો છે.
આજના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) પંચાલ કિંજલ મયુરભાઈ (ઉ.વ.૩૦,રહે.વિશ્વકર્મા મંદિરની સામે,દાહોદ), (૨) જયસ્વાલ નિરમલન (ઉ.વ.૭૨, મેઈન બજાર, પીપલોદ), (૩) પટેલ બ્રિજેશ એમ.(ઉ.વ.૩૫, ક્રિષ્ણા સોસાયટી,પીપલોદ), (૪) ભરવાડ કલ્પેશ જે.(ઉ.વ.૩૦, ભરવાડ ફળિયું,પંચેલા), (૫) મનોરમાબેન પ્રવિણચંદ્ર શાહ (ઉ.વ.૬૦,ગુજરાતીવાડ,દાહોદ), (૬) ધર્મેન્દ્રભાઈ શાંતીલાલ લીમડીવાલા (ઉ.વ.૫૦,લક્ષ્મીનગર,દાહોદ), (૭) વિરેન્દ્રસિંહ એચ.લબાના (ઉ.વ.૩૧,ગોવિંદનગર,દાહોદ), (૮) ર્ડા.કલ્પેશભાઈ લબાના (ઉ.વ.૨૫, ઝાયડસ મેડીકલ હોસ્પિટલ,દાહોદ), (૯) સંજયભાઈ મહેન્દ્રભાઈ રામચંદાણી (ઉ.વ.૨૧,ગોવિંદનગર,દાહોદ), (૧૦) ગોપાલભાઈ રમેશચંદ્ર ખંડેલવાલ (ઉ.વ.૪૩, ગોવિંદનગર,દાહોદ), (૧૧) કેવલ ચંદુભાઈ મેસાન (ઉ.વ.૩, કદવાલ, ગામતળ, ઝાલોદ), (૧૨) સ્વાતિ પ્રિતેશકુમાર કોઠારી (ઉ.વ.૪૯,પુષ્ટીનગર,દાહોદ), (૧૩) મઘુકાન્તાબેન મંગળદાસ શાહ (ઉ.વ.૮૪,હરસોલાવાડ,દાહોદ), (૧૪) શાબીરભાઈ હાતીમભાઈ કાયદાવાલા (ઉ.વ.૬૨,ઉકરડી રોડ,દાહોદ), (૧૫) ડામોર સેજલબેન નીરૂભાઈ (ઉ.વ.૧૫, ખરસોડ), (૧૬) મોચી મંજુલા જી.(ઉ.વ.૪૫, ધરમશાળા,દે.બારીઆ), (૧૭) બારીઆ સંગીતાબેન (ઉ.વ.૨૦,ધરમશાળા, દે.બારીઆ) (૧૮) પટેલ વિરેન્દ્રસિંહ (ઉ.વ.૩૬, રાયબારા,લીમખેડા નીશાળ ફળિયુ), (૧૯) કટારા ક્વિન્કલ કે. (ઉ.વ.૩૯,ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૦) કટારા દિવ્યાંગ (ઉ.વ.૧૫, ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૧) કટારા ધ્રુતિક (ઉ.વ.૧૦,ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૨) કટારા જીતેન્દ્ર કે. (ઉ.વ.૨૦, ચીમનભાઈ પાર્ક, દે.બારીઆ) અને (૨૩) પટેલ કિંજલ જે.(ઉ.વ.૩૨, પ્રાયમીર હેલ્થ ભાટીવાડા) આમ, આ ૨૩ સાથે સાથે આજે ૬૩ રેપીટ ટેસ્ટના પરિણામ પણ આવ્યા હતા જેમાંથી ૭ દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આમ, આજે દાહોદમાં કુલ ૩૦ કોરોના દર્દીઓના સમાવેશ થતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે.

