દેવગઢ બારીઆના જંબુસર ગામનો બનાવ : બે પરિવાર વચ્ચે જમીન વારસાઈ મુદ્દે થયેલ ધિંગાણામાં ચારને ઈજા : સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામમાં બે પરિવારો વચ્ચે જમીનની વારસાઇ મુદ્દે ડખો થયો હતો. જેમાં લાકડી અને પાઇપથી હુમલો કરતાં એક મહિલાને માર મહિલા સહિત ચારને ઇજા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તેમજ એકબીજાને મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે સામસામે ફરિયાદ નોંધાવતાં દેવગઢ બારિયા પોલીસે છ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દેવગઢ બારિયાના જંબુસર ગામના ડુંગર ફળિયામાં રહેતા શર્મિષ્ઠાબેન મુકેશભાઇ બારીયાના પિતા મુકેશભાઇ તથા તેમના ફળિયામાં રહેતા લલીતાબેન હરેશભાઇ બારીયાના કાકા સસરા અર્જુનભાઇ ભેમાભાઇ બારીયા વચ્ચે જમીનની વારસાઇ મુદ્દે ડખો થયો હતો. જેમાં મણીલાલ ભેમા બારીયા, અર્જુન ભેમા બારીયા, કોકીલાબેન મણીલાલ બારીયા તથા મણીબેન અર્જુન બારીયાએ એકદમ ઉશ્કેરાઇ શર્મિષ્ઠાબેનના પિતા મુકેશભાઇને તથા કાકા દિલીપભાઇને ગાળો બોલી તમારે જમીન જાેઇએ છે તમે મારાથી નાના છો અમોને પુછીયા વગર જમીનની વારસાઇ કરાવા કાગળીયા કરવા લાગ્યા તેમ કહી મુકેશભાઇને માથામાં તથા હાથના અંગુઠા ઉપર લાકડી મારી તેમજ દિલીપભાઇને પાઇપ મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ કોકીલાબેન મણીલાલ બારીયા અને મણીબેન અર્જુન બારિયાએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ દીલીપ નરવત બારીયા અને મુકેશ નરવત બારીયા અર્જુનભાઇ સાથે સાથે જમીનની વારસાઇ કરવા બાબતે ઝઘડો તકરાર કરતા હોય શર્મિષ્ઠાબાનના કાકી સાસુએ ઝઘડો તકરાર કરવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી અર્જુનભાઇને જમીનમાં અમારા વારસાઇ થવા દેતા નથી મણીલાલભાઇ તથા કોકીલાબેન ને ડાકણ જેવા કેમ આવેલા છો તેમ કહી મણીલાલભાઇના પગના નળાના ભાગે લાકડી મારી લોહી કાઢી નાખ્યું હતું. કોકીલાબેનને માથાના ભાગે લાકડી મારી લોહી કાઢી નાખી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ચાર લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સંદર્ભે બન્ને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.