ગરબાડાના ચંદલા ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં ત્રણને ઈજા પહોંચી
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે જામલા ફળિયામાં જમીનમાં ખેતી કરવાના મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત ત્રણ જણાને ગંભીર ઇજાઓ થયાનું પોલીસ વર્તુળો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદના ચંદલા ગામના જામલા ફળિયામાં રહેતા મુકેશભાઈ નાનજીભાઈ કટારા, ગોરકા ભાઈ મંગાભાઈ કટારા, રમેશભાઈ ભગાભાઈ કટારા તથા દિનેશભાઈ મગનભાઈ કટારા એમ ચારે જણાય ભેગા મળી હાથમાં લાકડીઓ લઈ તારીખ ૧૪-૩-૨૦૨૫ ને ધુળેટીના દિવસે સાંજના છ વાગ્યાના સુમારે તેમના ફળિયામાં રહેતા મહેશ ભાઈ કટિયાભાઈ કટારાને ગાળો આપી, અમારી જમીનમાં તમો કેમ ખેતી કામ કરો છો ? તેમ કહેતા મહેશભાઈએ કહેલ કે જમીન અમારી છે અને જેનો હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે. આ સાંભળી ચારે આરોપીઓ એકદમ ઉશ્કેરાયા હતા. અને કેળાબેનને શરીરે તેમજ માથાના ભાગે લાકડીનો માર મારી છાતીના જમણે ભાગે એક પાંસળી ફેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ મહેશભાઈ ને શરીરે તેમ જ માથાના ભાગે લાકડીઓનો માર મારી ઇજાઓ પહોંચાડી તથા કેળાબેન તેમજ માનસિંગભાઈ ને માથાના ભાગે તથા શરીરે લાકડીઓનો માર મારી તેમજ ગડદા પાટુનો માર મારી જાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આ સંબંધે ચંદલા ગામના જામલા ફળિયામાં રહેતા રેખાબેન મહેશભાઈ કટારાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે આ મામલે ચંદલા ગામના જામલા ફળિયાના મુકેશભાઈ નાનજીભાઈ કટારા, ગોરકાભાઈ મંગાભાઈ કટારા, રમેશભાઈ ભગાભાઈ કટારા તથા દિનેશભાઈ મગનભાઈ કટારા વિરુદ્ધ બી એન એસ કલમ ૧૧૭(૨),૩૫૨, ૧૧૫ (૧),૩૫૧(૩),૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે ચારેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.