દાહોદ પોલીટેકનિક હોસ્ટેલમાં ૧૨૦ પથારીનું કોવિડ કેર સેન્ટર કાર્યરત

અત્રે ઝાલોદ રોડ સ્થિત સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં ૧૨૦ પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આજ રવિવારે બપોર બાદથી ત્યાં કેટલાક દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે.
દાહોદમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા ચિંતાજનક વધારાને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વાજયોન પ્રમાણે ક્રમાનુસાર કોવિડ કેસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ ટેકનિકલ હાઇસ્કૂલ અને બાદમાં સરકારી ઇજનેરી કોલેજમાં ૧૨૦ બેડના કોવિડ કેર સેન્ટર કોરોના દર્દીઓની સંભાળમાં કાર્યરત છે. હવે, સરકારી પોલીટેકનિક હોસ્ટેલમાં પણ સીસીસી કાર્યરત કરવામાં આવ્યું છે. જિલ્લા સમાહર્તા શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદના ખરેડી સ્થિત મોડેલ સ્કૂલમાં પણ આવું સેન્ટર બનાવવામાં આવ્યું છે.
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ભાભોરે કહ્યું કે, પોલીટેકનિક હોસ્ટેલના ૪૦ રૂમમાં ૧૨૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એક રૂમમાં ત્રણ પલંગ ઉપરાંત દૈનિક વપરાશની વસ્તુઓની સુવિધા પણ ત્યાં આપવામાં આવી છે.
અહીં આરોગ્ય વિભાગની ટીમ પણ સતત કાર્યરત રહેશે. જે દર્દીઓની સંભાળ લેશે અને જરૂરિયાત મુજબની દવા દર્દીઓને આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: