દાહોદ જિલ્લાના ડી.એ.ઓ. ર્ડા.સુધીર જાેશીને ગોધરા ખાતે રિસોર્સ પર્સન અને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રણ
દાહોદ તા.૨૨
શામળાજી હોમિયોપેથિક મેડિકલ, ગોધરા દ્વારા “સ્વાસ્થ્ય રક્ષણ તથા સ્વાસ્થ્ય સંવર્ધન હોમિયોપેથીની ભૂમિકા” તેમજ “વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૫ અને વિશ્વ હોમિયોપેથિક દિવસ-૨૦૨૫” થીમ આધારિત આયોજન વિષય પર ખાસ ટોક શો યોજવામાં આવ્યો હતો.
આ ટોક શો નિમિતે દાહોદ જિલ્લાના ડી.એ.ઓ.શ્રી ડૉ. સુધીર જોશીને રિસોર્સ પર્સન અને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ દરમ્યાન ડૉ. સુધીર જોશીએ લાઇવ ઇન્ટરેક્શન સાથે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે પ્રેરિત થયા અને હવે તેઓ WHD ૨૦૨૫ ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે તૈયાર છે એમ ડૉ. સુધીર જોશીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમના આમંત્રણ અને કાર્યક્રમનું આયોજન કરવા બદલ ડૉ. સુધીર જોશીએ પ્રિન્સિપાલશ્રી ગુપ્તા સર અને ટ્રસ્ટીશ્રી ડૉ. વિશાલ સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો.