દાહોદ શહેરમાં હોન્ડ શો રૂમ સામે બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું સ્થળ પર મોત નીપજ્યું
દાહોદ તા.૨૨
દાહોદ શહેર નજીક આવેલ નજીક હોન્ડા શો રૂમની સામે બે ટ્રકો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજતાં વિસ્તારમાં આ માર્ગ અકસ્માતને પગલે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનીક પોલીસનો કાફલો સ્થળ પર દોડી જઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે હોન્ડા શો રૂમની સામે યુ ટર્ન પર ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં અમદાવાદ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાના કબ્જાની ટ્રક દોડાવી લાવી રોંગ સાઈટથી ધીમી ગતિ આવતી અન્ય એક ટ્રકને જાેશભેરે ટક્કર મારતા તે ટક્કરના કારણે આઈસર ટ્રકનું કેબીન કચડાઇ ગયું હતું. આઈસર ટ્રકમાં ચાલક તેમજ કંડેકટર બન્ને ફસાયા હતા. અકસ્માત થતા આસપાસના દોડી આવેલ લોકોએ પોલિસને જાણ કરતા ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જેમ તેમ કરીને આઈસર ગાડીના કેબીનમાં ફસાયેલ કન્ડક્ટર અને ટ્રક ચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયાં હતા. જેમાં કંડેકટરને કેબીનમાંથી બહાર કાઢી તાતકાલિક ૧૦૮ મારફતે સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આઈસર ગાડીના ચાલક કેબિનમાં ફસાઈ જતા ચાલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કેબીનમાંથી ચાલકને બહાર કાઢવાં પોલીસે ફાયર વિભાગ અને ક્રેનની મદદ લેવી પડી હતી. જેમાં ફાયર વિભાગ અને ક્રેનની મદદથી કેબિનમાં ફસાયેલ ચાલકને ભારે જહેમત બાદ કેબીનમાંથી બહાર કાઢી આઈસર ગાડીના ચાલકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

