વડતાલ ધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળાની સીઝનમાં ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તો પોતાના ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સીઝન પ્રમાણેના ફળોનો અન્નકુટ ધરાવતા હોય છે. ત્યારે ૨૩ માર્ચ ૨૦૨૫ને રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. સવારે ૮ કલાક થી સાંજના ૬ કલાક સુધી હજ્જારો ભક્તોએ અન્નકુટ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અન્નકુટ મહાપ્રસાદનું સોમવારે સવારે ચરોતરના વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ શાળાઓમાં સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવશે.

