ધાનપુર ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી
દાહોદ તા.૨૪
જિલ્લા ક્ષય તથા રક્તપિત અધિકારીશ્રી ડૉ. આર. ડી. પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી. રમનના માગૅદશૅન હેઠળ ડૉ.યુ.કે.પરમારની અધ્યક્ષતામાં ટી.બી સુપરવાઈઝર, લેપ્રસી, સિકલસેલ, મેલેરિયા સુપરવાઈઝર તેમજ ધાનપુર તાલુકાના આરોગ્ય સ્ટાફ તમામ CHO તેમજ આશા બહેનો સાથે “વિશ્વ ક્ષય દિવસ” નિમિતે ધાનપુર તાલુકામાં “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ’’અંતર્ગત . “આપણે સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત સમાજ, ટીબી હારેગા દેશ જીતેગા” સૂત્ર હેઠળ ધાનપુર ગામ ખાતે બજારમાં રેલી કાઢવામાં આવી હતી. આ સાથે સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

