બાંડીબાર ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત સબ સેન્ટરના પિયર એજ્યુકેટરની મીટીંગ યોજાઈ


દાહોદ તા.૨૫

તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સી.એમ. મછારના માર્ગદર્શન હેઠળ બાંડીબાર પીએચસીના મેડિકલ ઓફિસરશ્રીના સહયોગથી RKSK પ્રોગ્રામ અંતર્ગત બધા જ સબ સેન્ટરના પિયર એજ્યુકેટરની મીટીંગ યોજવામાં આવી હતી.

RKSK પ્રોગ્રામ અંતર્ગત પિયર એજયુકેટરને કિશોર અને કિશોરીઓમાં શારીરિક માનસિક તેમજ ભાવનાત્મક ફેરફાર સિકલસેલ એનિમિયા રોડ ટ્રાફિક એક્સિડન્ટ, ચેપી – બિન ચેપી રોગો તેમજ ધોરણ 10 અને 12 ના કયા ક્ષેત્રમાં કયા વિષય સાથે આગળ વધી શકાય તે વિશે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પિયર એજયુકેટર જો તેમના ગામ અને ફળિયામાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આપે અને જો કોઈ કિશોર-કિશોરીને સ્વાસ્થ અંગે કોઈ મૂંઝવણ હોય તો કિશોર અને કિશોરી આરોગ્ય કેન્દ્ર સુધી પહોચતા થાય તે રીતે તૈયાર કરવા જણાવાયું હતું.

આ નિમિતે પિયર એજ્યુકેટરને પ્રોત્સાહનરૂપે પાણીની બોટલ, ટી-શર્ટ, ટોપી, બેગ, કંપાસ, આઈ કાર્ડ, યોગા મેટ, પેન અને સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!