દાહોદ શહેરના ભરચક એવા એમ.જી.રોડ ખાતે સાડીની દુકાનમાં ખરીદી કરવા આવેલ મહિલાના રૂા.૬૯ હજાર લઈ ગઠીયો ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી
દાહોદ તા.૩૧
દાહોદ શહેરના ભરચક એવા એમજી રોડ ખાતે એક સાડીની દુકાનમાં ખરીદી કરવા ગયેલ એક મહિલા પાસેની થેલીમાંથી એક ગઠીયો રૂા.૬૯,૦૦૦ રોકડા લઈ ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદના ભાઠીવાડા ગામે ગામતળ ફળિયામાં રહેતાં શાન્તીબેન મનસુખબાઈ નિનામા ગત તા.૧૯મી માર્ચના રોજ દાહોદ શહેરમાં ખરીદી કરવા આવ્યાં હતાં. શાન્તીબેન સાડીની ખરીદી કરવા દાહોદ શહેરના એમજી રોડ ખાતે આવેલ બહુરાની સાડી સેલ નામની દુકાનમાં ગયાં હતાં. જ્યાં તેઓએ પોતાની પાસે એક થેલીમાં રોકડા રૂપીયા ૬૯,૦૦૦ મુકી રાખ્યાં હતાં. શાન્તીબેન દુકાનમાં સાડીઓ જાેતા હતાં તે સમયે કોઈ અજાણ્યા ગઠીયા દ્વારા શાન્તીબેનની નજર ચુકવી તેઓની થેલીમાંથી રોકડા રૂપીયા ૬૯,૦૦૦ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે શાંન્તીબેને થેલીમાં પૈસા કાઢવા માટે નજર નાંખતાં થેલીમાં પૈસા ન જાેવા મળતાં શાન્તીબેન હેબતાઈ ગયાં હતાં. આ બનાવની જાણ દુકાનના માલિક સહિત આસપાસના લોકોને થતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં.
આ સંબંધે શાન્તીબેન મનસુખભાઈ નિનામાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગઠીયાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

