દાહોદના ધામરડા ગામે અગમ્યકારણોસર બે ઈસમોએ એકને હાથના ભાગે તલવાર મારી
દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના ધામરડા ગામે બે ઈસમોએ એક વ્યક્તિ સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી વ્યક્તિને હાથના ભાગે તલવાર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના ધામરડા ગામે રાહડુંગરી ફળિયામાં રહેતાં મુકેશભાઈ હરસીંગભાઈ મોહનીયાને તેમના ગામમાં રહેતાં વિરલભાઈ જશવંતભાઈ મોહનીયા અને પ્રકાશબાઈ કાળુભાઈ આ બંન્ને ઈસમો ગત તા.૧૮મી માર્ચના રોજ મુકેશભાઈ પાસે આવ્યાં હતાં મુકેશભાઈ સાથે અગમ્યકારણોસર ઝગડો, તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ મુકેશભાઈના હાથના ભાગે તલવાર મારી દેતાં મુકેશભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાં અને મુકેશભાઈને મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે સુશીલાબેન મુકેશભાઈ મોહનીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.