દાહોદના નગરાળા ગામે અજાણ્યા ફોર વ્હીલરે મોટરસાઈકલને અડફેટમાં લેતાં એકનું મોત : એક ઈજાગ્રસ્ત

દાહોદ તા.૩૧

દાહોદ તાલુકાના નગરાળા ગામે એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જ્યારે મોટરસાઈકલની પાછળ બેઠેલે વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૮મી માર્ચના રોજ દાહોદના નગરાળા રોડ ઉપર એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગરબાડાના વડવા ગામે બીલવાળ ફળિયામાં રહેતાં ૨૬ વર્ષિય મેકંન્દરભાઈ રમસુભાઈ બીલવાળ અને તેમની સાથે ૫૦ વર્ષિય નટુભાઈ વાલીયાભાઈ બીલવાળ એમ બંન્ને જણા એક મોટરસાઈરલ પરથી નગરાળા રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે મેકંન્દરભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મેકંન્દરભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મેકંન્દરભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે નટુભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મણિલાલ રમસુભાઈ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!