નડિયાદ સિંધી સમાજ દ્વારા નૂતનવર્ષ ચેટીચંદ પર્વ ઉજવાયું.
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સહિત જિલ્લામાં સિંધી સમાજ દ્વારા આજે રવિવારે નૂતનવર્ષ ચેટીચંદ પર્વ ઉજવાયું. આ દિવસે ભગવાન વરૂણદેવ ઝુલેલાલની જન્મજયંતી ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ નિમિતે બપોરે નડિયાદ ઝુલેલાલ મંદિર ખાતેથી ભગવાનની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ ઉપરાંત ઝુલેલાલ મંદિર રાધા સિંધુભવન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પર્વને લઈને જિલ્લાના તમામ સિંધી સમાજના વેપારીઓ પોતાના ધંધા રોજગાર, દુકાનો બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે આયો લાલ.. ઝુલેલાલ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
નડિયાદ સિંધી સમાજ દ્વારા તા. ૩૦મીનારોજ રવિવારે ભગવાન ઝુલેલાલની જન્મ જયંતી (ચેટીચંદ ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જવાહર નગરમાં આવેલ ઝુલેલાલ મંદિરમાં વહેલી સવારથી જ સિંધીસમાજના ભાઇઓ-બહેનો દર્શનાર્થે ઉમટી પડયા હતા. સવારથીજ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ૧૦ કલાકે બહેરાણા સાહેબ તથા ઝુલેલાલ ભગવાનની વિશેષ પૂજા અર્ચના, ભજન કિર્તન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે મંદિર માંથી વાજતે ગાજતે ભગવાન ઝુલેલાલ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ મેઘરાજ ટહેલ્યાણી, ઉદ્યોગપતિ અંજયભાઈ ટહેલ્યાણી સહિત અન્ય મહાનુભવો તથા મોટી સંખ્યામાં સર્વ સિંધી સમાજ સમાજના ઉપસ્થિત રહીને શોભાયાત્રામાં જોડાયા હતા.
