લીમખેડાના હાથીયાવન ગામે કોરીડોર હાઈવે રોડ પર ફરજ બજાવી રહેલ સિક્યુરીટી ગાર્ડને પિતા-પુત્રએ માર મારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવન ગામેથી પસાર થતાં કોરીડોર હાઈવે રોડ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં એક વ્યક્તિને પિતા-પુત્રએ અગમ્યકારણોસર રસ્તામાં રોકી માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૨મી માર્ચના રોજ લીમખેડાના હાથિયાવન ગામે નિશાળ ફળિયામાં રહેતાં ૪૬ વર્ષિય દિનેશભાઈ નાનકાભાઈ ગણાવા લીમખેડાના હાથીયાવન ગામેથી પસાર થતાં કોરીડોર હાઈવે રોડ પર પોતાની સિક્યુરીટીની ફરજ બજાવતાં હતાં તે સમયે એક અજાણ્યો યુવક ત્યાંથી કેન લઈ પસાર થયો હતો ત્યારે દિનેશભાઈ તેને રોકી કેનમાં શુ છે, તેમ પુછતાં અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, આ કેનમાં ડીઝલ છે અને લીમખેડાના હાથીયાવન ગામે રહેતાં દિનેશભાઈ ગુરજીભાઈ કટારાએ મંગાવ્યું છે, તેમ કહી અજાણ્યો યુવક ભાગી જગ્યો હતો. ત્યાર બાદ દિનેશબાઈ ગુરજીભાઈ કટારા અને તેના પિતા ગુરજીભાઈ ભુરકાભાઈ કટારા બંન્ને દિનેશભાઈ ગણાવા પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઈ ગણાવાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. અને આ વાત કોઈને કહીશ તો દિનેશભાઈ ગણાવાને મારી નાંખવાની ધમકીઓ આપી પિતા-પુત્ર ત્યાંથી નાસી ગયાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત દિનેશભાઈ નાનકાભાઈ ગણાવાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.