ઝાલોદના લીમડી નગરમાં જુની ગાડીના એક્ષચેન્જમાં નવી ગાડી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક વ્યક્તિને જુની ફોર વ્હીલર ગાડીના એક્ષચેન્જમાં નવી ફોર વ્હીલર ગાડી આપવાની લાલચ આપી દાહોદ શહેરમાં રહેતો એક યુવકે લીમડીના વ્યક્તિની રૂા.૪ લાખની કિંમતની ફોર વ્હીલર ગાડી લઈ છેતરપીંડી વિશ્વારઘાત કર્યા હોવાની ફરિયાદ લીમડી પોલીસ મથકે નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી બે ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જાણવા મળે છે.

ઝાલોદના લીમડી નગરમાં રહેતાં લક્ષ્મણભાઈ મગનભાઈ મોરી દ્વારા ગત તા.૨૨મી માર્ચના રોજ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી જણાવ્યું હતું કે, દાહોદ શહેરમાં સહકાર નગર સોસાયટીમાં રહેતો દિવ્યેશ સતિષભાઈ સાધુએ પોતાની જુની ફોર વ્હીલર ગાડી જેની કિંમત રૂા.૪ લાખની આ દિવ્યેશે લઈ તેના બદલામાં નવી ફોર વ્હીલર ગાડી આપવાની વાત કરી હતી પરંતુ લાંબા સમય સુધી જુની ફોર વ્હીલર ગાડીના બદલામાં નવી ફોર વ્હીલર ગાડી ન લઈ આપી પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. આ અંગે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપી દિવ્યેશ સાધુના ધરપકડના ચક્રોગતિમાન કરતાં આરોપી દિવ્યેશ સાધુને લીમડી પોલીસે દિવ્યેશ સાધુને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી તેની પાસેથી પોલીસે બે ફોર વ્હીલર ગાડી કિંમત રૂા.૭ લાખની કબજે લઈ આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!