ઝાલોદના લીલવા ઠાકોર ગામેથી ચોરી થયેલ મોટરસાઈકલ સાથે આરોપી ઝડપાયો
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામેથી થોડા દિવસો પહેલાં ચોરી થયેલ મોટરસાઈકલને લીમડી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીની મોટરસાઈકલ સાથે આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઝાલોદના લીલવા ઠાકોર ગામેથી થોડા દિવસો પહેલાં ગામમાં રહેતી પિન્ટુભાઈ સુરેશભાઈ ભાભોરની પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ચોરી થઈ ગઈ હતી. આ મામલે પીન્ટુભાઈ ભાભોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરતાં આજરોજ લીમડી પોલીસે મોટરસાઈકલ ચોરી કરી લઈ જનાર આરોપી સાહુલભાઈ ઉર્ફે સાહિલ ઉર્ફે દિનેશબાઈ વાલાભાઈ કટારા (રહે.રાજસ્થાન)ને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો. આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.