ફતેપુરા નગરમાં જ્યુસ સેન્ટર ઉપર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં જ્યુસ સેન્ટર ઉપર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ફતેપુરા નગરમાં બિલાડીની ટોપની જેમ ફાટી નીકળે જ્યુસ સેન્ટર
આજરોજ તારીખ ૦૨/૦૪/૨૦૨૫ બુધવારના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ ના અધિકારીઓ દ્વારા પોલીસ તેમજ અરજદાર ભીલપ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલકુમાર તાવીયાડ તેમજ ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના કાર્યકરો ને સાથે રાખી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા,કાળિયા વલુંડા,કરોડિયા પૂર્વ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો પર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ, ફૂડ કલર મળી આવેલ તેમજ તમામ જ્યુસ સેન્ટરો ચલાવનાર બીજા રાજ્યના યુપી, બિહારના જણાઈ આવતા તેમની પાસે જ્યુસ સેન્ટર ચલાવવાનું લાઇસન્સ, ભાડા કરાર પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા મળી આવેલ નથી જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી નિલેશભાઈ રાઠવા,સ્થાનિક પોલીસ તંત્ર,તલાટી શ્રી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી બિન આરોગ્યપ્રદ કેરીનોજ્યુસ,બગડેલી કેરીઓ,ફૂડ કલર એસેન્સ ના સેમ્પલ લઇ તેનો નાશ કરી તાત્કાલિક જ્યુસ ના તમામ સેન્ટરો બંધ કરવામાં આવ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!