દાહોદના ગારખાયા વિસ્તારમાં જુગાર રમતાં ત્રણ જુગારીઓને ઝડપી પાડી રૂા.૧૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૪
દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૫,૧૮૦ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૩૦,૧૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૦૩ એપ્રિલના રોજ દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં જાહેરમાં રમાતા વરલી મટકાના જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યાે હતો. જેમાં જુગાર રમી રહેલા કૈલાશ કિશનભાઈ સાંસી, નરેશભાઈ કાળુભાઈ નિનામા અને ગોપાલભાઈ મડુભાઈ નલવાયાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૫,૧૮૦ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૩૦,૧૮૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.