અયોધ્યમાં ભગવાન શ્રી રામ મંદિરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાયાન્સ નિમિત્તે દાહોદ શહેરવાસીઓમાં પણ ભવ્ય ખુશીના માહોલ સાથે આજના દિવસને ઐતિહાસીક દિવસ ગણાવી વધાવી લીધો
અનવરખાન પઠાણ / જીતેન્દ્ર મોટવાણી
દાહોદ તા.૦૫
દાહોદ શહેરના પુરબીયાવાડના રહીશો તેમજ ગોધરા રોડ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આજના ઐતિહાસિક દિવસ એવા અયોધ્યામાં રામ મંદિર નિર્માણના શિલાયાન્સ સાથે રંગોળી તેમજ વિવિધ બીજા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સમગ્ર ભારત દેશ માટે આજે ઐતિહાસીક દિવસ સમાન બની રહેશે. વર્ષાેથી ચાલી રહેલ હિન્દુ સંગઠનોની માંગણી પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એકસુર થયા હતા અને હાઈકોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ જન્મ ભુમી તરીકેના ચુકાદા બાદ સમગ્ર ભારતવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે આજરોજ તારીખ ૫મી ઓગષ્ટના રોજ રામ મંદિર નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાયાન્સના અવસરે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ દાહોદ શહેરના ઘણા મંદિરો ખાતે આ દિવસની ઉજવણી સાથે સાથે ફટાકડા ફોટી આજના દિવસને વધાવી પણ લેવામાં આવ્યો હતો. મંદિરોમાં પણ પુજા અર્ચના સહિતનો કાર્યક્રમો યોજાયા હતા. દાહોદ શહેરના પુરબીયાવાડ ખાતે સ્થાનીકો દ્વારા આ વિસ્તારના માર્ગ ઉપર ભવ્ય અયોધ્યાના રામ મંદિરની રંગોળી દોરી આજના દિવસને ઐતિહાસીક દિવસ ગણાવ્યો હતો ત્યારે શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પણ આજના દિવસે વધાવી લીધો હતો.
#Sindhuuday Dahod