ઝાલોદના ઉમરપાડા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાંથી તસ્કરોએ લેપટોપ સહિતની રૂા.૩૨ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઉમરપાડા ગામે એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી શાળામાંથી બે લેપટોપ તેમજ પાંચ નંગ પંખા મળી તસ્કરો કુલ રૂા.૩૨,૫૦૦ની મત્તાનીચોરી કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે.
ઝાલોદની ઉમરપાડા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ગત તા.૧૫મી ફેબ્રુઆરીના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પ્રાથમીક શાળાના વર્ગખંડની બહાર મુકેલ ટેબલ ઉપર મુકેલ બે જુના લેપટોપ તેમજ પાંચ નંગ પંખા જેની કુલ કિંમત રૂા.૩૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ તસ્કરો નાસી જતાં આખરે આ બનાવના અઢી માસ બાદ આ મામલાની ફરિયાદ ગતરોજ આ સંબંધે પ્રાથમીક શાળાના આચાર્ય વીણાબેન રમેશભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે નોંધાંતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

